માતાનામઢ જીએમડીસી લિગ્નાઈટ ખાણમાં સર્જાયેલ અકસ્માતમાં રાજસ્થાનના ડ્રાઈવરનું મોત

accident

copy image

copy image

માતાના મઢ જીએમડીસી લિગ્નાઈટ ખાણ ખાતે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ રાજસ્થાનના 45 વર્ષીય  ડ્રાઈવર ઉમેદસિંહ મદનસિંહ સોઢાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી ઉમેદસિંહની ટ્રક પ્લોટમાં ઊભેલી અન્ય ટ્રકમાં અથડાઈ હતી. અકસ્માત બાદ ઉમેદસિંહને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતો જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.