બેંક લોન સમયસર ન ભરનાર મોટી ખાખરનો શખ્સ એક વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image

બેંક લોન સમયસર ન ભરનાર મોટી ખાખરના શખ્સને 1 વર્ષની કેદની સજા અને બમણી રકમ ચૂકવવાનો આદેશ જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપીએ બેંક ઓફ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક-દેશલપર શાખામાંથી લોન લીધેલ હતી જેના હપ્તા ભરેલ ન હતા. વારંવાર સૂચનો આપવામાં આવતા બાદમાં આરોપી ઈશમે વ્યાજ સહિતની કિંમતનો ચેક આપેલ હતો. આ ચેક પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. બાદમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી અને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ વળતર પેટે આપવા હૂકુમ જાહેર કર્યો હતો. તેમજ જો આમ કરવામાં ન આવે તો વધુ ત્રણ માસની કેદનો આદેશ કર્યો હતો.