25 કિલો ચાંદી ચોરી કરવાના ગુના કેસમાં સંડોવાયેલ આરોપી શખ્સો બે દિવસના રીમાન્ડ હેઠળ
ભુજમાં રિફાઈનરીમાંથી 25 કિલો ચાંદી ચોરી કરવાના ગુના કેસમાં સંડોવાયેલ આરોપી ઈશમોના બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસના ફરિયાદી રામચંદ્ર સાળુખેની રિફાઈનરીમાં મૂળ માણસોની અવેજમાં આવેલા આરોપીઓએ 25 કિલો ચાંદીની તસ્કરી કરી હતી, જે પૈકી 10.5 કિલો ચાંદી પોલીસે કબ્જે કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસે આ બંને આરોપીના સાત દિવસના રિમાન્ડની અરજી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરેલ હતા. જેમાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.