લોનના બહાને માધાપરના યુવાન સાથે 1.90 લાખની ઠગાઈ થતાં ફરિયાદ
લોનના બહાને માધાપરના યુવાન સાથે 1.90 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અંગે માધાપરના નવાવાસના હર્ષિલ પાર્કમાં રહેતા યુવાન લક્ષ્મણભાઇ દવે દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર અમદાવાદનાં ત્રણ આરોપી ઈશમોએ લોન અપાવી દેવાની લાલચ આપી લોન મંજૂર કરવા જુદી જુદી પ્રોસેસ ફી અર્થેના બહાને કુલે રૂા. 1,90,380 ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા. બાદમાં લોન મંજૂર ન કરી તેની સાથે ઠગાઈ કરી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.