મેઘપર બોરીચીમાં આવેલી શિપીંગ કંપની સાથે 39.67 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચીમાં આવેલી શિપીંગ કંપની સાથે રૂા.39,67,097 લાખની છેતરપીંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ છેતરપીંડીનો આ બનાવ ગત તા. 26/2/2024 થી તા. 14/12/2024 સુધીમા બન્યો હતો. ફરીયાદી કંપનીના ટેઈલર મારફતે કન્ટેનરમાં ટાઈલ્સ ભરી મુન્દ્રા ખાલી કરાવવાનુ કામ  કરવામાં આવ્યુ હતું. ત્યારે આરોપી કંપનીના  માલિક અને ભાગીદારોને  ફરિયાદીની  કંપની દ્વારા અલગ -અલગ સમયે 337 ટેઈલર  ભાડે આપવામાં આવેલ છે. જે પેટે કુલ રૂા. 92,34,554  સામે  રૂા. 54,67,457  આપવામાં આવ્યા હતા.બાકીની રકમ ન આપી કંપની સાથે છેતરપીંડી સાથે વિશ્વાસધાત કરાતા આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.