ભુજમાં આવેલ ખારીનદી રોડ પર મધરાતે 50 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવતા ચકચાર

copy image

copy image

ભુજમાં આવેલ ખારીનદી રોડ પર મધરાતે 50 વર્ષીય આધેડ હરેશભાઈ જયકિશન ટંડેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.  આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત રાત્રી દરમ્યાન બન્યો હતો. ભુજ શહેરનાં અમન નગર રેલવે પુલિયાની આગળ ખારીનદી જતા રસ્તા નજીક તા. 15/12ના મધ્ય રાતે મૂળ વાઘરેજ તા. ગણદેવી જિ. નવસારીના 50 વર્ષીય હરેશભાઈ જયકિશન ટંડેલ મૃત અવસ્થામાં મળી આવેલ હતા. આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ આધેડનું મોત કયા કારણોસર થયું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.