મુન્દ્રામાં ફરી એક વખત આગનો બનાવ : સદભાગ્યે કોઈ જાનહાની નહીં
મુન્દ્રામાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે ગત દિવસે એટલે કે રવિવારે સવારના અરસામાં અહીંના બારોઇ રોડ પર શિશુમંદિર સામેના વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આ આગનો બનાવ બન્યો હતો. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી વિગતો મુજબ આ આગના બનાવ અંગે જાણ થતાં જ અદાણી ગ્રુપનું ફાયર ટેન્કર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. બાદમાં પ્લાસ્ટિક બેગ-ડ્રમ સહિતનાં ભંગારમાં આગ પર નજર પડતાં તેના પર પાણીમારો ચલાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન લગભગ એક કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ મોટું નુકશાન ન થયું હોવાનું જણાઈ રહ્યું છે.