ગાંધીધામ ખાતેથી બોગસ ડોકટર દબોચાયો
ગાંધીધામ ખાતેથી પોલીસે બોગસ ડોકટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગાંધીધામ – ભચાઉ ધોરીમાર્ગ મોડવદર ઓવરબ્રિજ તરીકે ઓળખાતા પુલ નજીક શટરવાળી દુકાનમાં બેસીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મૂળ આંધ્રપ્રદેશ શ્રીકાકુલમના આરોપી ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. જાણવા મળી રહ્યુ છે કે, ડોકટરની ડિગ્રી ન હોવા છતાં આ શખ્સ લોકોને દવા આપી રહ્યો હતો. હાથ ધરવામાં કાર્યવાહી દરમ્યાન પકડાયેલ નકલી ડોકટર પાસેથી કુલ રૂા. 14,037નો સામાન હસ્તગત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી છે.