રાજકોટ શહેરમાં ફિલ્મી સીન જેવા દ્રશ્યો જોવા મળ્યા : સીએનજી રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપાયો

image-106

copy image

copy image

રાજકોટ શહેરમાં ફિલ્મી સીન જેવા દ્રશ્યો  સર્જાયા છે જેમાં ફૂલછાબ ચોક પાસેથી સીએનજી રીક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે સીટી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે પૂર્વ બાતમીના આધારે ફૂલછાબ ચોક ભીલવાસમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ફૂલછાબ ચોક ભીલવાસ શેરી નં ૦૨ પાસેથી અગાઉ દારૂના ગુનામાં પિતા-પુત્ર બંને રીક્ષામાં દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસની ટીમે  રેઈડ પાડી હતી. જાણવા મળી રહ્યુ છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રીક્ષામાં ડ્રાઈવર સીટ નીચે બનાવેલ ખાનામાંથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૫૦ તેમજ બે રીક્ષા સહીત કુલ રૂ ૧,૩૪,૫૨૪ નો મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.