પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી શખ્સને આખરે 10 વર્ષે જેલના હવાલે કરાયો

copy image

copy image

પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપી શખ્સને આખરે 10 વર્ષે રાજસ્થાનથી ઝડપી અને જેલના હવાલે કરી દેવાયો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે માળિયા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ અને ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી હાલમાં તેને મકાન ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આ ઈશમને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યુ છે કે પકડાયેલ ઈશમને આગળની કાર્યવાહી અર્થે માળિયા પોલીસ મથકને સોપવામાં આવેલ છે.