રવ ગામની સીમમાં આવેલ સરકારી જમીન પર દબાણ કરનાર ઈશમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ફરિયાદ

jameen

copy image

copy image

રાપર ખાતે આવેલ મોટી રવ ગામના સીમ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર દબાણ કરનાર ત્રણ ઈશમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર તાલુકાનાં મોટી રવ ગામની સીમમાં આવેલી સરકારી જમીન ઉપર આરોપી શખ્સોએ કબ્જો કરેલ છે. જે જમીન ખાલી કરવા તેઓને સૂચના પણ આપેલ હતી. તેમ છતાં પણ જમીન ખાલી ન કરાતાં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવતા રાપર પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી હોવાનું સામે આવ્યું છે.