ગાંધીધામમાંથી થયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપ્યો
ગાંધીધામમાંથી થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે દબોચી લીધો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા સમય પૂર્વે ગાંધીધામની કાસેઝની ફ્લેમિંગો લોજિસ્ટિક કંપનીના ગોદામમાંથી સોપારીની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે ગુનામાં સંડોવાયેલ ત્રણ માસથી નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી લઈ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે.