ચાર મહિના પૂર્વે થયેલ કોટેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાંથી થયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો
સૂત્રો જણાવી રહ્યા છે ચાર મહિના પૂર્વે થયેલ કોટેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાં રૂા. 4.25 લાખની ચોરીના ગુના કામેના આરોપી ઈશમને ઝડપી પાડવામાં આવેલ છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ ચાર માસ અગાઉ કોટેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂા. 4,25,500ની ચોરી થયેલ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સ નાસતો ફરતો હતો. જેને પોલીસે દબોચી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.