ભુજમાંથી માત્ર એક જ દિવસમાં રૂા. 22.44 લાખની વીજચોરી પકડાઈ

copy image

copy image

ભુજમાંથી માત્ર એક જ દિવસમાં રૂા. 22.44 લાખની વીજચોરી સામે આવી હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વીજચોરી પકડવાપી.જી.વી.સી.એલ.ની રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફિસમાંથી આવેલી ટીમોએ ભુજમાં તપાસ આરંભી હતી. જેમાં એક જ દિવસમાં રૂા. 22.44 લાખની ચોરી સામે આવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સિટી-1, સિટી-2, પેટા વિભાગમાં કોર્પોરેટ ઓફિસ તરફથી 23 ટીમો ઉતારવામાં આવેલ હતી.જેને 664 વીજ જોડાણો તપાસ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ચેકિંગ બાદ 37 જોડાણોમાં જુદી-જુદી રીતે વીજચોરી સામે આવતા રૂા. 22.44 લાખના દંડ સહિતના બિલ આપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.