પરિવારના આઠ લોકોએ બાજરાનો રોટલો ખાધા બાદ તબિયત બગડી
અંજાર શહેરમાં રોટલા ખાધા બાદ આઠ લોકોની તબિયત બગાડતાં હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. આ અંગે સૂત્રોમાથી મળતી વિગતો મુજબ અંજારમાં આવેલ ગંગા નાકા વિસ્તારમાં બાજરાના રોટલા ખાધા બાદ નાના-મોટા આઠ લોકોની તબિયત લથડી હતી જે બાદમાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ગત દિવસે સાંજના સમયે એક પરિવારના આઠ લોકોએ બાજરાનો રોટલો ખાધો હતો, બાદમાં તેમને શરીરમાં દુ:ખાવો થતાં તમામને સરવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા.