જી.એસ.ટી અધિકારી ક્રિકેટ રમવા ગયા અને પાછળથી મોબાઈલ સેરવાઈ ગયો

copy image

copy image

ગાંધીધામમા ક્રિકેટ રમવા ગયેલા જી.એસ.ટી અધિકારીના મોબાઇલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના સેકટર-બેમાં રહેનાર સી.જી.એસ.ટીના ઈન્સપેકટર મનિષ દેવેન્દ્ર કુમાર દ્વારા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં  આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા.13/12ના સવારે રમત-ગમત સંકુલમાં ક્રિકેટ રમવા ગયેલ હતા. ફરિયાદીએ મોપેડની ડેકીમાં મોબાઈલ મુકી ક્રિકેટ રમવા ગયેલ હતા બાદમાં પરત આવી ડેકી ખોલતાં મોબાઈલ ફોન હાજર મળ્યો  ન હતો. ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.