ભુજના મોટા રેહા ગામમાં પાંચ લાખની માંગ બાદ છરી વડે હુમલો કરી દેવાના મામલામાં દસ શખ્સો વિરુદ્ધ સામસામા પક્ષે ફરિયાદ

copy image

copy image

ભુજના મોટા રેહા ગામમાં પાંચ લાખની માંગ બાદ છરી વડે હુમલો કરી દેવાના મામલામાં દસ શખ્સો વિરુદ્ધ સામસામા પક્ષે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખેરસિંહ પીરસિંહ સોઢા દ્વારા પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર આરોપી શખ્સે પાંચ લાખ રૂપિયા માંગી, અને જો ન દેવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અન્ય આરોપી શખ્સોએ બોલાચાલી કરી ઉશકેરાઈ ગયેલ આરોપીએ છરી વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત સામેના પક્ષે ખેરસિંહ સોઢા સહિત સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં આરોપી શખ્સોએ સાથે મળી ધોકા વડે માર મારી જાતિ અપમાનીત કરેલ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે સામસામા પક્ષે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.