મુંદ્રા ખાતે આવેલ વડાલામાં પરિણિતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવાની નોંધાઈ ફરિયાદ
copy image

મુંદ્રા ખાતે આવેલ વડાલામાં એક પરિણિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવ ટૂંકાવી લીધું છે. ત્યારે આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા પતિ, સાસુ-સસરા અને નણંદ વિરૂદ્ધ મરવા મજબુર કરેલ હોવાની ફરિયાદ નોંધાવેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપીઓએ સાથે મળી ફરિયાદીની દીકરી મનીષાબેનને કરીયાવર ઓછી લાવી મેણાંટોણાં મારી દહેજની માંગણી, શારીરીક-માનસીક ત્રાસ આપી પતિ માર મારતા હોવાનું ફરિયાદમાં જાણવાયુ છે. આ તમામ વાક્યાતોને કારણે આ પરિણીતાએ કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની વિગતો ફરિયાદમાં નોંધાવવામાં આવતા પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી છે.