પગપાળા જતાં 80 વર્ષીય વૃદ્ધાને ટ્રેઇલરે હડફેટે લેતા મોત
copy image

ગાંધીધામ તાલુકાનાં ભારાપર-કિડાણા રહેતા 80 વર્ષીય વૃદ્ધાને ટ્રેઇલરે હડફેટે લેતા મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારાપર કિડાણામાં રહેતા વૃદ્ધા દેવલબેન ગત સાંજે ભારાપરથી જેડિયાપીરના મંદિરની પાછળ સર્વિસ સ્ટેશન આગળ પગપાળા જઈ રહ્યા હતા તે સમયે ટ્રેઇલરના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ આ વૃદ્ધાને પ્રથમ અંજાર ત્યાર બાદ આદિપુર અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ અંગે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.