સાણંદ બાયપાસ રોડ નજીકથી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું

સાણંદ બાયપાસ નજીકથી દારૂ ભરેલ ટેન્કર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,પંજાબથી એક જૂના ટેન્કરમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશ્યો છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને વોચ દરમ્યાન સાણંદ બાયપાસ રોડ પર બાતમી વાળું દારૂ ભરેલું ટેન્કર નજરે ચડતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાંથી વિલાયતી દારૂની 3505 બોટલ નીકળી પડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન 23 લાખનો દારૂ અને 15 લાખનું ટેન્કર કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે દારૂનું ટેન્કર લઇ આવેલ ચાલકને ઝડપી પાડ્યો છે.  જાણવા મળી રહ્યું છે દારૂ મોકલનાર અને દારૂ મગાવનાર કચ્છના બૂટલેગર સહિત કુલ ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.