વિસીપરાના રહેણાંક મકાનમાંથી દારૂની 32 બોટલ ઝડપાઈ : આરોપી ફરાર
મોરબી ખાતે આવેલ વિસીપરાના રહેણાંક મકાનમાંથી દારૂની 32 બોટલ પોલીસે પકડી પાડેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબીના મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વિસીપરામાં રહેનાર મકબુલ રસુલ ભટ્ટી નામના આરોપી શખ્સે પોતાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી દારૂની બોટલ નંગ ૩૨ કીમત રૂ ૧૭,૯૫૨ નો મુદામાલ કબ્જે કર્યો છે. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.