મુન્દ્રામાં રહેનાર મધ્યપ્રદેશના 23 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મુન્દ્રામાં રહેનાર મૂળ મધ્યપ્રદેશના 23 વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો 25 વર્ષીય દીપકકુમાર નામનો યુવાન હાલમાં મુન્દ્રાના મહેશનગર સામે કચ્છ ક્રોપ્સની ઓફિસની બાજુમાં કંપનીના રૂમમાં રહેતો હતો. હતભાગી યુવાન ગત દિવસે સાંજના સમયે પોતાના રૂમમાં હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં પતરાની નીચેના એંગલમાં કેબલ વાયર વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ આપી દીધો હતો. મુંદ્રા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.