આદિપુરમાં રહેતા 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

આદિપુરમાં રહેતા 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ જૂની પંદરવાળી એસ.બી.એક્સ. મકાન નં. 48માં રહેતા મોહનસિંઘ નામના યુવાને ગત દિવસે ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો. આ યુવાન ગત દિવસે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર તેણે રસોડાની બારીમાં મફલર બાંધી ગળેફાંસો ખાઇ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.