લાકડિયા નજીક વીજશોક લાગતાં 27 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક વીજશોક લાગતાં 27 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજસ્થાનનો માયારામ રબારી કાર કેરિયર ટ્રક લઇને આ પાર્કિંગમાં આવ્યો હતો.જાણવા મળી રહ્યું છે કે આ યુવાન ટ્રકને પાર્ક કરી રહ્યો હતો તે સમયે અચાનક ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં ટ્રક અડી જતાં આ યુવાનને શોક લાગ્યો હતો. બાદમાં આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.