ચુડવાની કંપનીમાં કોઈ કારણે લોડર ખાડામાં પટકાતા ચાલકનું મોત

copy image

ચુડવાની કંપનીમાં કોઈ કારણે લોડર ખાડામાં પટકાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં લોડરના ચાલકનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગાંધીધામના ચુડવાની શંકર વૂડલેન્ડ કંપનીમાં બન્યો હતો. અહી ગત તા. 19/12ના રાત્રિના ભાગે અમિત નિંગાર નામનો યુવાન કંપનીમાં લોડર ચલાવી રહ્યો હતો તે સમયે લોડર ખાડામાં પડી જતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોડરના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.