માતેલા-સાંઢની માફક દોડતા ડમ્પરે વધુ એક મહિલાનો ભોગ લીધો

copy image

માતેલા-સાંઢની જેમ દોડતા ડમ્પરો દિન-પ્રતિદિન કોઈકનો ને કોઈકનો ભોગ લઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડમ્પરે મહિલાનો ભોગ લીધો છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના હુડકો ત્રણ રસ્તા સિંગરવા પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી 33 વર્ષીય મહિલાને અડફેટે તે ગંભીર રીતે ઘાયલ બની હતી. સર્જાયેલ અસ્કમતમાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં જ તુરંત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ડમ્પરના ચાલકની અટક કરવામાં આવી હતી.