જખૌ બંદર દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરતા છ શખ્સોને પોલીસે ઝડપ્યા
copy image

અબડાસા ખાતે આવેલ જખૌ બંદર દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરતા છ માછીમારોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટોકન કઢાવ્યા વિના તથા બોટનું લાયસન્સ પૂર્ણ થઈ ગયેલ હતું તેમ છતાં માછીમારી કરતા છ ઈશમોને પોલીસની ટીમે પકડી લીધા છે. પકડાયેલ શખ્સો વિરુદ્ધ મત્સ્યધ્યોગના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.