મુંદ્રા વિસ્તારમાંથી 24.64 લાખની વીજચોરી ઝડપાતા દંડનીય કામગીરી હાથ ધરાઈ

copy image

copy image

રોજબરોજ વીજચોરીના અનેક કિસ્સા સામી આવી રહ્યા છે ત્યારે મુંદ્રા વિસ્તારમાંથી 24.64 લાખની વીજચોરી ઝડપાઈ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  પી.જી.વી.સી.એલ. દ્વારા મુંદ્રા વિભાગમાં વીજ જોડાણોનું નિરીક્ષણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. કરાયું હતું જેમાં 32 ઘર વપરાશની ગેરરીતિ પકડાતાં દંડ ફટકારવામાં આવેલ છે.   જાણવા મળી રહ્યું છે કે વીજ જોડાણ તપાસણી દરમ્યાન ઘર વપરાશના 227 અને વાણિજ્ય 206 જોડાણ પૈકી 32 વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવે છે. ગેરરીતિ આચરતા ઘર વપરાશકારોને 24.64 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.