કેવાયસી અપડેટના નામે ઠગબાજોએ મુન્દ્રાના શખ્સના ખાતામાંથી 3.99 લાખ સેરવી લેવાયા

copy image

copy image

કેવાયસી અપડેટના નામે ઠગબાજોએ મુન્દ્રાના શખ્સના ખાતામાંથી 3.99 લાખ સેરવી લીધા હતા. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાના ફરિયાદી એવા રસિકભાઇને અજાણ્યા નંબર દ્વારા જણાવેલ કે તમારા બેંક ખાતાની કેવાયસી અપડેટ નહીં કરાવો તો ખાતું બંધ થઇ જશે. બાદમાં તે મેસેજમાં મોકલવામાં આવેલ લિન્ક ફરિયાદીએ ખોલી વિગતો ભરી અને છેલ્લે ઓટીપી નાખતાં સામેવાળાએ અરજદારનો મોબાઇલ હેક કરી લીધો હતો અને તેમના ખાતામાથી કુલ 3,99,800 સેરવી ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું ધ્યાને ચડતા અરજદારે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલ હતો જથી ખાતામાં ગયેલી રકમમાંથી રૂા. 1,99,800 પરત અપાવ્યા હતા.