ભચાઉના બાનિયારી ગામના ખેતરમાંથી 35 મણ જુવારની તસ્કરી ફરિયાદ
ભચાઉ ખાતે આવેલ બાનિયારી ગામના ખેતરમાંથી 35 મણ જુવારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરી અંગે બાનિયારી ગામના હરિનગરમાં કાનજી વેલજી પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના દાદીની જમીન સીમમાં આવેલી છે. જેમાં ચાર માસ અગાઉ જુવારનું વાવેતર કરવામાં આવેલ હતું. જે 20 દિવસ પૂર્વે આ જુવાર કાપીને તેની નાની ઢગલી કરી સુકવવા માટે ખેતરમાં રાખેલ હતી. બાદમાં ગત તા. 15/12ના આ ખેતરમાં ટ્રેકટર લઈ બે મહિલા તથા બે પુરુષ આવેલ હતા જેઓએ 73 ઢગલીમાંથી સાત ઢગલી 35 મણ કિંમત રૂા. 12,550ની ચોરી કરી નાસી ગયા છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.