માંડવીમાં વીજચોરી સામે આવતા 12.71 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ
સૂત્રો જણાવી રહ્યા છે માંડવીમાં વીજચોરી પકડાતાં 12.71 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પીજીવીસીએલ દ્વારા માંડવી શહેર અને ગ્રામ્ય પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વીજચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં 21 ટીમો દ્વારા 318 વીજ જોડાણ ચેક કરાયા હતા. જેમાં ગેરરીતી સામે આવતા 12.71 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ગેરરીતીમાં 227 ઘર વપરાશના જોડાણ અને વાણિજ્ય વીજ જોડાણ 91માં એમ કુલ 318 વીજ જોડાણ પૈકી 30 વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી.