ઠંડીનું પ્રમાણ વધ્યું અને સાથે ચોર ટોળકીઓનું પેટ્રોલિંગ પણ : ભચાઉમાં એક સાથે ત્રણ મકાનના તાળાં તૂટ્યા

copy image

copy image

ઠંડીનું પ્રમાણ વધાતા જ ચોર ઈશમોની ટોળી સજાગ બની ચૂકી છે ત્યારે  ભચાઉ તાલુકાના વર્ધમાન નગર રામવાડી વિસ્તારમાં ત્રણ મકાનનોના તાળા તૂટ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉ ખાતે આવેલ વર્ધમાનનગર રામવાડી વિસ્તારના મકાન નંબર – 12માં રહેતા ભાનુબેન અમીચંદ પુજારા નામના વૃદ્ધ બિમાર રહેતા હોવાથી પોતાની દિકરી-જમાઈના ઘરે ગયેલ હતા ત્યારે પાછળથી ગત તા. 19/12ના રાત્રિના સમય દરમ્યાન ચોર ઈશમોએ તેમના ઘરમાં ખાતર પાડ્યું હતું. તા. 20/12ના સવારે પરત પોતાના ઘરે આવીને જોતાં આ વૃદ્ધના ઘરના તાળા તુટેલ હાલતમાં જોવા મળ્યા હતા. બાદમાં તપાસ કરતાં ચોર ઈશમો આ બંધ મકાનમાંથી રોકડ અને ચાંદી સહિત કુલ રૂા. 27,500ની માતા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ ચોર ઈશમોએ રામવાડીનાં જ સ્વસ્તિક નગરમાં મકાન નંબર 77/1માં રોકડ રૂા. 5000ણીએ ચોરી કરી હતી,. તેમજ અન્ય એક મકાનના તાળા તોડયા પરંતુ તેમાથી કોઈ ચોરી થઈ ન હોવાનું સામે આવ્યું છે. આ તમામ ચોરીના મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં  આવેલ છે.