માધાપરમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા આધેડનું મોત

copy image

copy image

માધાપરમાં કલરકામ કરતાં સમયે 41 વર્ષીય આધેડને વીજશોક લાગતા તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં માધાપરમાં જૂનાવાસ મેરિયા કોલોનીમાં રહેતા 41 વર્ષીય કાસમ જુણેજા માધાપરમાં નાના યક્ષવાળા આંબલી ચોકમાં એક મકાનમાં કલરકામ કરી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક તેમને વીજશોક ભરખી ગયો હતો. બાદમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મરુત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.