ડ્રાઈવર તરીકે વરધીમાં આવેલ ગાંધીનગરના યુવાનનું છાતીમાં દુ:ખાવો ઉપડતાં મોત
ગાંધીનગર શહેરના પેથાપુરનો યુવાન ડ્રાઈવર તરીકે વરધીમાં ભુજ આવેલ હતો. જેનું પ્રવાસ દરમ્યાન મોત નીપજયું છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગર શહેરના પેથાપુરના શૈલેશકુમાર મકવાણા ડ્રાઈવર તરીકે વરધીમાં ભુજ આવેલ હતા. જ્યાં ભુજના સુંદરવન વિલામાં તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતાં તે નીચે પડી ગયેલ હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.