18 વર્ષીય યુવતી પર અવાર નવાર દુષ્કર્મ આચારનાર હવશખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

rape-1575523127-1596770091

copy image

copy image

લખપત તાલુકાના એક ગામની 18 વર્ષીય યુવતી પર અવાર નવાર દુષ્કર્મ આચારનાર હવશખોર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના એક ગામની અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતી સાથે આરોપી ઈશમે બે વર્ષ પહેલાંથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદી પુખ્તવયની ન હોવા છતાં પણ હવશખોર આરોપી શખ્સે  બે વર્ષ પહેલાંથી તા. 19/12 સુધી અવાર નવાર ફરિયાદીની મરજી વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી તથા ફરિયાદીને બુશટ મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.