ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી., પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે મોડવદર ફાટકની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં જાહેરમાં કેટલાક માણસો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ રેઈડ કરી નીચે જણાવ્યા મુજબના આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ:-

(૧) શામજી શિવજી ધેડા (મહેશ્વરી) ઉ.વ. ૪૦ રહે. આદેશ ટાવરની બાજુમાં મુંદ્રા ભુજ

(૨) હુશેન અલીમામદ સોઢા ઉ.વ. ૪૧ રહે. ૧૦૦ ચોરસવાસ કિડાણા તા.ગાંધીધામ

(3) ગીતાબેન વા/ઓ રમેશભાઈ ઝરૂ ઉ.વ. 33 રહે. હનુમાન મંદિરની બાજુમાં પડાણા તા.ગાંધીધામ

(૪) હસીનાબેન વા/ઓ આમદ કોરેજા ઉ.વ. ૩૫ રહે. ચુડવા સીમ મીઠીરોહર તા.ગાંધીધામ

(૫) ધર્માબેન વા/ઓ લખમણ વીરા ઠાકોર ઉ.વ. ૪૦ રહે. તલાવડી વિસ્તાર સુંદરપુરી ગાંધીધામ

પકડવાના બાડી આરોપીઓના નામ

(૧) હનીફ ઉર્ફે પપ્પુ ભચુ સોઢા રહે. સોઢા ફળીયુ મીઠીરોહર સીમ તા.ગાંધીધામ

(૨) આમદ બબા કોરેજા રહે. મીઠીરોહર તા.ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

રોકડા રૂ. ૧,૦૬,૧૦૦/-

મોબાઈલ ફોન નંગ-૫ કિ.રૂ. ૪૧,૦૦0/-

-ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/-

કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૪૭,૧૦૦/-

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.