મીઠીરોહર ગામના સીમ વિસ્તારમાંથી 1.06 લાખની રોકડ સાથે ત્રણ મહિલા સહિત પાંચ પત્તાપ્રેમીઓ દબોચાયા

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર ગામના સીમ વિસ્તારમાંથી ત્રણ મહિલા સહિત પાંચ પત્તાપ્રેમીઓને 1.06 લાખની રોકડ સાથે પોલીસે દબોચી લીધા છે, જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મીઠીરોહરની સીમમાં બાવળની ઝાડીમાં ટોર્ચના અજવાળે અમુક મહિલાઓ સહિતના શખ્સો રૂપિયાની હારજીતની રમત રમી રહ્યા છે. ત્યારે અચાનક ત્રાટકેલી પોલીસની ટીમે આ જુગારપ્રેમીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. વધુમાં મળતી વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે ઈશમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા પત્તાપ્રેમીઓ પાસેથી રોકડ રૂા. 1,06,100 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.