ભુજમાંથી વરલી મટકાનો જુગાર રમી-રમાડતા એક શખ્સને ઝડપી પાડતી ભુજ એ-ડિવિઝન પોલીસ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે ભુજના વાણિયાવાડમાં જનતાઘર હોટલ સામેથી ટાઇમ બજારનો વરલી મટકાનો જુગાર રમી રમાડતા એક આરોપી ઈશમને ભુજની એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ભુજના વાણિયાવાડમાં જનતાઘર હોટલ સામે બજારનો વરલી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી શખ્સને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. પોલીસે પકડાયેલ આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.