કુણારીયામાં ગ્રામજનોની સહભાગીદારીથી સામે આવેલા પરિબળો અને ગેપ્સના આધારે ટકાઉ વિકાસ માટે વિશેષ આયોજન તૈયાર કરાયું

સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) દ્વારા સમુદાય કેન્દ્રિત વિકાસનું ઉદાહરણ કુનરીયા ગામ, જે પોતાની નવીન પહેલો માટે અગ્રેસર રહ્યું છે હાલ મા સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) દ્વારા વિસ્તૃત અને ટકાઉ વિકાસની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રક્રિયા સમાજના દરેક વર્ગને સાથે લઈને, ગામના ભવિષ્ય માટે એક મજબૂત અને સમાવેશી ધોરણ સ્થાપિત કરે છે. PRA એક એવી પ્રક્રિયા છે જે ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક જ્ઞાન, સંસાધન અને સમુદાયની શક્તિઓને શ્રેષ્ઠ રીતે ઉપયોગમાં લે છે. PRA માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ વિકાસ માટેનું એક નવું દ્રષ્ટિકોણ છે, જે “તમે જે ઇચ્છો તે નહીં, પણ જે જરૂરી છે તે કરો”ના સિદ્ધાંત પર આધારિત છે. કુનરીયા મા આ અભિગમ દ્વારા ગામના પ્રાથમિક પડકારો જેવા કે સફાઈ, વિકાસના અપૂરતા માળખાં અને બહેનોની રોજગારીના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ગામમાં ઉપલબ્ધ માનવ, ભૌતિક અને કુદરતી સંસાધનોની ઓળખ કરવામાં આવી. આ પ્રક્રિયામાં ગામજનોએ ગામનો નકશો બનાવ્યો પ્રાથમિક જરૂરિયાતો અને ઉપલબ્ધ સંસાધનો વચ્ચેના અંતરને ઓળખવું મહત્વપૂર્ણ છે. આવા ગેપનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ગ્રામજનોની સહભાગીદારીથી સામે આવેલા પરિબળો અને ગેપ્સના આધારે ટકાઉ વિકાસ માટે વિશેષ આયોજન તૈયાર કરવામાં આવ્યું આ પ્રક્રિયા માત્ર કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતા તે સુશાસન નું જીવંત ઉદાહરણ બની. વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા કરાયેલી ભલામણો અને સુચનો ગામ માટે નવી રાહ દેખાડી. આ પ્રક્રિયાએ તમામ વર્ગના ગ્રામજનોને વિકાસ પ્રક્રિયામાં ન્યાયસંગત સ્થાન આપ્યું. ગામજનોને નક્કી કરાયેલા નિર્ણયોમાં ભાગીદાર બનાવીને તેમને તેમની વિકાસયાત્રામાં સહભાગી બનાવ્યા. વ્યવસ્થિત પાણી વિતરણ,સફાઈ,રોજગારી પ્રોત્સાહન ,આવાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર પગલાં લેવામાં આવ્યા. કુનારિયામાં સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન (PRA) પ્રક્રિયાનું સફળ આયોજન એ સાબિત કરે છે કે જો સમુદાયના દરેક વ્યક્તિને પ્રાથમિકતા આપીને વિકાસ આયોજન કરવામાં આવે તો તે માત્ર તાત્કાલિન સમસ્યાઓનો ઉકેલ પુરતુ મર્યાદીત ન રહેતા ભવિષ્ય માટે ટકાઉ વિકાસના પાયો મજબૂત કરી શકે. આ કવાયત દ્વારા કુનરીયા એ એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકશાહી અને વિકાસમાં લોકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ શાસનની સાચી ઓળખ છે. આ પ્રસંગે સેતુ અભિયાન માથી પ્રોગ્રામ મેનેજર ધવલ આહીર નંદવીર ચાડ એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસર પુજા કંટારીયા અને સ્ટુડન્ટ હાજર રહ્યા હતા તલાટી શ્રી વિમલ ગોસ્વામી આરોગ્ય વર્કર ઇન્દ્ર આહિર ડિ આર ડિ એ માથી ભાવિન સેંઘાણી વિજયભાઇ જયેશ પટેલ અને કેયુર કોટડીયા નો સહયોગ મળ્યો હતો.