વધુ એક શખ્સ બન્યો ઓનલાઈન ઠગાઈનો શિકાર : પાર્ટ ટાઈમ જોબનાં બહાને મુન્દ્રાના શખ્સે રૂ.95,176 ગુમાવ્યા

online-banking_1633607151

copy image

copy image

 વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે પાર્ટ ટાઈમ જોબનાં બહાને મુન્દ્રાના શખ્સ સાથે રૂા. 95,176ની ઓનલાઈન છેતરપિંડી થઈ છે. જે અંગે સાયબર ક્રાઈમ સેલેને જાણ કરવામાં આવતા 50 હજાર પરત અપાવવામાં આવેલ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્હોટસએપ એપ પર અજાણ્યા નંબર પરથી પાર્ટ ટાઈમ જોબનો મેસેજ આવતા મુન્દ્રાના આલાભાઈએ સામેવાળાનો સંપર્ક કરતાં ટેલિગ્રામ પર લિન્ક મોકલાવવામાં આવેલ હતી. જેમાં ટાસ્ક પૂર્ણ કરવા આવતા પૈસા મોકલવામાં આવેલ હતા. જેથી વધુ નાણાં કમાવવાની લાલચે જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂા. 95,176 મોકલાવ્યા હતા. જે પેટે કોઈ વળતર મળેલ ન હતું. બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા અરજદારે સાયબર સેલનો સંપર્ક કર્યો હતો,  જેથી સાયબર સેલે રૂા. 50,000 ખાતામાં પરત અપાવી સરાનીય કામગીરી કરી છે.