6 લાખના બદલામાં આપવામાં આવેલ બે ચેક પરત ફરતા આરોપી શખ્સને બન્ને કેસમાં એક-એક વર્ષની કેદ
copy image

6 લાખના બદલામાં આપવામાં આવેલ બે ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને બન્ને કેસમાં એક-એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એસ.ટી. ખાતાંમાં કામ કરતા દિલીપ જયંતીલાલ દવેએ સહકર્મચારી એવા આરોપી શખ્સને હાથ ઉછીના રૂા. 6 લાખ આપેલ હતા. જેના બદલામાં આરોપીએ 2.50 લાખ અને 1.50 લાખના એમ બે ચેક આપેલ હતા જે પરત ફરતા બે ચેક અંગે અલગ-અલગ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી જેમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બન્ને કેસમાં એક-એક વર્ષની કેદની સજા તથા રૂા. 2.50 લાખ અને રૂા. 1.50 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. ઉપરાંત જો દંડ ભરવામાં ન તો વધુ 180-180 દિનની કેદની સજાનો હુકમ જાહેર કર્યો છે.