બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહતની સંભાવના : કાતિલ ઠંડી વચ્ચે આગામી 26 અને 27ના કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા
copy image

જોરદાર ઠંડી વચ્ચે બે દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત રહેવાની સંભાવના જાહેર કરાઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે નલિયામાં પારો સામાન્ય ઉંચકાઇને 7.9 ડિગ્રી થયો હતો પણ ઠંડીમાં કોઇ નોંધપાત્ર રાહત નોંધાઈ નથી. જાણવા મળી રહ્યું છે કે કડકડતીના કારણે સોમવારે બજારની દુકાનો મોડી ઉઘડવાની સાથે વહેલી બંધ કરવાની વેપારીઓને ફરજ પડી હતી. ભુજ ખાતે લઘુતમ તાપમાન ઘટીને 11.2 ડિગ્રીએ પહોંચ્યું હતું, સવારથી ઠંડીનો ડંખ ઓછો થયો હતો. આ કાતિલ ઠંડી વચ્ચે કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ ઉષ્ણતામાન નીચે ઉતરીને 13.5 ડિગ્રી નોંધાતા ગાંધીધામ અને અંજાર સહિતના શહેરોમાં ઠંડીએ જોર જમાવ્યું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે કે કાતિલ ઠંડી વચ્ચે ગુરૂ અને શુક્રવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. ત્યારે રાત્રિના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની સાથે ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે.