જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી જતાં સર્જાયો ખતરનાક અકસ્માત : પાંચ જવાનોના મોત : અન્ય સારવાર હેઠળ
સૂત્રો જણાવી રહ્યા છે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગત દિવસે સાંજના સમયે ખતરનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં મેંઢર વિસ્તારના બાલનોઈ વિસ્તારમાં સેનાનું એક વાહન ખાડામાં પડી ગયું હતું. આ બનાવમાં જવાનો ઘાયલ થયા છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ બનાવ અંગે જાણ થતાં જ સેનાના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી અને જવાનોને બચાવી તેમની સારવાર અંગેની કામગીરી શરૂ કરી દીધી હતી. માહિતી મળી રહી છે કે આ બનાવમાં સારવાર દરમિયાન 5 જવાનોના મોત થયા છે. આ વાહનમાં 8 થી 9 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બાકીની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં સેનાનું વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું.