અપહરણ તેમજ પોક્સોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 11 માસથી નાસતો ફરતો આરોપી ગાંધીધામમાંથી દબોચાયો
copy image

અપહરણ તેમજ પોક્સોના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસ મથકમાં અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સ છેલ્લા 11 મહિનાથી નાસતો ફરતો હતો, જે પોલીસના હાથમાં આવેલ ન હતો. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 11 માસથી નાસતા ફરતા આરોપી ઈશમને પૂર્વ કચ્છ પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમે ગાંધીધામના રોટરી સર્કલ પાસેથી દબોચી લીધો છે.