રાપરમાં યુવાન પર પાંચ શખ્સોનો હુમલો
copy image

રાપરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી પાંચ શખ્સો દ્વારા એક યુવાન પર જીવલેણ હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી મળતિ વિગતો મુજબ આ બનાવ અંગેના ફરિયાદી ફરિયાદી કાનજી ગોરા ચૌહાણ તથા તેનો મિત્ર હોટેલમાં જમવાનું લેવા ગયા હતા. ત્યાંથી બહાર નીકળતાં બાજુની દુકાનમાંથી આરોપી ઈશમો ત્યાં આવેલ હતા અને બાદમાં આ હોટેલમાં આવવાની ના પાડેલ છે, છતાં તું કેમ આવ્યો અને તારા ભાઇ-ભત્રીજાને માર મારી ફ્રેકચર કર્યું હતું છતાં તમે આવો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ આરોપી ઈશમોએ ફરિયાદી પર લોખંડના પાઇપ, લાકડી વડે હુમલો કરી દીધો હતો. ઝગડા દરમ્યાન ફરિયાદીનો મિત્ર વચ્ચે પડતાં આ શખ્સોએ તેના પર પણ હુમલો કર્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત આ બંને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.