રાજણસર-જૂના કટારિયા જતાં માર્ગ પર અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાન પર છરી તેમજ લાકડી વડે હુમલો કરાતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

રાજણસર-જૂના કટારિયા જતાં માર્ગ પર અગાઉના ઝઘડા મુદ્દે યુવાન પર છરી તેમજ લાકડી દ્વારા હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફતેહગઢમાં રહેનાર આ બનાવ અંગેના ફરિયાદી તેમના સસરાની તિથિ હોવાથી શિકારપુર આવેલ હતો. ગત તા. 22/12ના બપોરના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપી શખ્સો  રસ્તામાં ઊભા હતા. બાદમાં આરોપી ઈશમોએ અગાઉના ઝગડાનું મનદુ:ખ રાખી ફરિયાદી પર લાકડી તથા છરી વડે હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.