ખારીરોહરના મચ્છુનગરમાં 20 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

  ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહરના મચ્છુનગરમાં 20 વર્ષીય પરીણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મચ્છુનગરમાં રહેનાર 20 વર્ષીય ભારતીબેન દેવેન્દ્ર નામની મહિલાના આઠ માસ અગાઉ દેવેન્દ્ર ભેડા સાથે લગ્ન થયાં હતાં.જાણવા મળી રહ્યું છે કે ગત તા. 23/12ના તોજ રાતના સમયે આ પરિણીતા પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અગમ્ય કારણોસર લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ પરીણીતાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.