ભુજમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર
ભુજના ભીડગેટ નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના બે વાગ્યાના સમયગાળામાં ભીડગેટ નજીકથી કોઈ અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે. બપોરના સમયે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તાત્કાલિક આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે માનવજ્યોતની એમ્બ્યુલન્સ દ્વારા લાશને જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. પોલીસે આ બનાવની પાછળની તપાસ આરંભી છે.