ગાંધીધામની શિપિંગ પેઢી સાથે 24.44 લાખની ઠગાઈ થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ગાંધીધામની શિપિંગ પેઢી સાથે 24.44 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ સુભાષનગરમાં સ્થિત  શિપિંગ પેઢીના બાકી નીકળતા રૂા. 24,44,915 ન આપી ઠગાઈ આચારનાર રાજકોટની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર  ગાંધીધામના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી સુભાષનગર વિસ્તારમાં આઇ.એસ.એ. લોજિસ્ટિક નામની શિપિંગ પેઢી ચલાવે છે. ગત વર્ષ 2022માં રાજકોટની રાજ એન્ડ કંપનીના માલિકે ક્લિયરન્સ અને કન્ટેસનર પૂરી પાડવાની માંગ કરતાં તેમને 47 કન્ટેનર આ રાજકોટની કંપની માટે ફાળવાયા હતા. જેના બદલામાં 15 કન્ટેનરનું ભાડું રૂા. 24,44,915 બાકી રહેતાં ફરિયાદીએ આ બાકી રહેતી રકમ ચૂકવવા અંગે માંગ કરી હતી. વારંવાર માંગ કરવા છતાં પણ આરોપી શખ્સોએ રકમ ન ચૂકવતા તેમના વિરુદ્ધ રૂા. 24,44,915ની ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ આરંભી છે.