માધાપર ગામમાં 24 વર્ષના યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો મોતને ભેટો કર્યો

copy image

copy image

ભુજ તાલુકાનાં માધાપર ગામમાં 24 વર્ષના યુવાને કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરાપર ખડીર અને હાલમાં માધાપરના આરોગ્ય ખાતાના ક્વાટર્સમાં રહેતા 24 વર્ષીય આરોગ્ય કર્મચારી મુકેશ ભચાભાઇ ઢીલાએ ગત દિવસે  સાંજના સમયે જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ યુવાને ગત દિવસે કોઇ અગમ્ય કારણે ક્વાર્ટરમાં પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.